{"title":"Gujarati Best Seller of The Month","description":"","products":[{"product_id":"padmaja","title":"Padmaja","description":"\u003cp\u003ePadmaja_x000D_\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944515645675,"sku":"NSM01417","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/padmaja.jpg?v=1782544437"},{"product_id":"ichigo-ichie","title":"Ichigo -Ichie","description":"\u003cp\u003eIchigo -Ichie\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610640107,"sku":"NSM02186","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789391242442.jpg?v=1782544872"},{"product_id":"temple-dharma","title":"Temple Dharma","description":"\u003cp\u003eઆસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!\u003cbr\u003e \u003cbr\u003eભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.\u003cbr\u003e\u003cbr\u003e➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!\u003cbr\u003e\u003cbr\u003e➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!\u003cbr\u003e\u003cbr\u003e➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!\u003cbr\u003e\u003cbr\u003e➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!\u003cbr\u003e\u003cbr\u003e➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!\u003cbr\u003e\u003cbr\u003eઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!\u003cbr\u003e\u003cbr\u003e- પરખ ભટ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613687531,"sku":"NSM02223","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parakh-bhatt-temple-dharma-front.jpg?v=1782478805"},{"product_id":"to-tame-raji","title":"To Tame Raji ?","description":"\u003cp\u003eTo Tame Raji ?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613982443,"sku":"NSM02226","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/to-tame-raaj-front.jpg?v=1782478793"},{"product_id":"prem-piyala","title":"Prem Piyala","description":"\u003cp\u003eપ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614277355,"sku":"NSM02231","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prem-piyala-1.jpg?v=1782476360"},{"product_id":"niyati-krishna-ane-murlini-premkatha","title":"Niyati : Krishna Ane Murlini Premkatha","description":"\u003cp\u003eNiyati : Krishna Ane Murlini Premkatha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616210667,"sku":"NSM02265","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/niyati-front.jpg?v=1782478812"},{"product_id":"kalmash-maitri-prem-ane-lalsa-vachhe-rachati-prapanchkatha","title":"Kalmash : Maitri ,Prem ane Lalsa Vachhe Rachati Prapanchkatha","description":"\u003cp\u003eKalmash : Maitri ,Prem ane Lalsa Vachhe Rachati Prapanchkatha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616767723,"sku":"NSM02269","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kalmash-front.jpg?v=1782478802"},{"product_id":"sanje-suryoday-dhalti-umarna-javabo","title":"Sanje Suryoday : Dhalti Umarna Javabo...","description":"\u003cp\u003eઢળતી ઉંમરના જવાબો…\u003cbr\u003eનવી ઈનિંગ અને ઈવનિંગની વેળા એટલે સાંજે સૂર્યોદય! જોયેલાં સપનાંઓ સાચાં પડ્યાં હોય તોય વધુ સાચાં પડે એની ઘેલછા જાગે. સાંજ એટલે દિવસનું વૃદ્ધત્વ નહીં. સંધ્યાને આપણાં શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ અપાયું છે. સંધ્યા એ જોડતી કડી છે. આજે સમાજ ડિપ્રેશનનો પહાડ લાગે છે. બધાને પોતપોતાની તકલીફો અને સમસ્યાઓ છે. આવી તકલીફ અને સમસ્યા યુગોથી સાથે ચાલી આવે છે. એમાંથી જ સંસ્કૃતિ આગળ વધી છે અને ઘડાઈ છે. હથેળીમાં પથ્થર ઘસીને તણખા વેરતા આદિમાનવને કદી કલ્પ્યો છે? કલાકોની મહેનત પછી તણખા ઝરતા હશે અને એમાંથી અગ્નિ પ્રગટ્યો હશે! આજે હથેળીમાં મોબાઇલ છે એટલે કે આખી દુનિયા છે. માણસ જે ઇચ્છે તે આંગળીના ટેરવે કરી શકે છે. તોય આજે એકલાપણું દરિયા કરતાં વધારે વિશાળ છે. ટેરવાં પર સમાધાન હોવાની જગ્યાએ આજે વ્યવધાન છે. એકલો પડી રહેલો માણસ પોતાની દુનિયામાં મસ્ત હોવાને બદલે ત્રસ્ત છે. આ પુસ્તક એનું સમાધાન છે.\u003cbr\u003eવૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. માણસ વૃદ્ધ હોય, પણ પોતાની મસ્તીમાં જીવતો હોય તો એને એકલતા નથી નડતી. માણસ એકલો હોય અને એકાંતને સમજી કે જીરવી ન શકતો હોય ત્યારે અકાળે વૃદ્ધ બની જાય છે. આ પુસ્તક એવા સમાજને સાંત્વના આપવા અને પોતાની મથામણમાંથી મહેફિલનું રૂપાંતરણ કરવા માટે છે.\u003cbr\u003e– અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617849067,"sku":"NSM02281","price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sanje-suryoday-front.jpg?v=1782478817"},{"product_id":"parnkinari","title":"Parnakinari","description":"\u003cp\u003e'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618373355,"sku":"NSM02288","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parnakinari-front.jpg?v=1782478805"},{"product_id":"sadhnathi-sachi-sukh-shantini-prapti","title":"Sadhnathi Sachi Sukh Shantini Prapti","description":"\u003cp\u003eSadhnathi Sachi Sukh Shantini Prapti\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626860267,"sku":"NSM02440","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sadhnathi-sachi-sukh-santini-prapti.jpg?v=1782544910"},{"product_id":"jindgini-chavio-ane-jagatna-rahasyo","title":"Jindgini Chavio Ane Jagatna Rahasyo","description":"\u003cp\u003eJindgini Chavio Ane Jagatna Rahasyo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944628891883,"sku":"NSM02466","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jindgini-chavio-ane-jagatna-rahasyo.jpg?v=1782544925"},{"product_id":"25-jivanmantro","title":"25 Jivanmantro","description":"\u003cp\u003e25 Jivanmantro\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629088491,"sku":"NSM02475","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/25-jivanmantro.jpg?v=1782544931"},{"product_id":"gitadarshan","title":"Gitadarshan","description":"\u003cp\u003eGitadarshan\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633643243,"sku":"NSM02719","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/gitadarshan.jpg?v=1782545011"},{"product_id":"satori","title":"Satori","description":"\u003cp\u003eસટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મ-ખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે. ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે. વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે. વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે આત્મબોધ જન્મે છે. જ્ઞાનમાર્ગ ગુગલ પર નથી જડતો. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે. પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય, આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે. એ બુદ્ધની હોય કે કૃષ્ણની, મહાવીરની હોય કે મહાત્માની, આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે. કથા જ આપણું કલ્યાણ કરે છે. એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663101675,"sku":"NSM03034","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/satori.jpg?v=1782476619"},{"product_id":"je-che-ok-che-gujarati-translation-of-its-okay","title":"Je Che Ok Che (Gujarati Translation Of Its Okay)","description":"\u003cp\u003eઆ પુસ્તકમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક વક્તા અને પ્રેરક વક્તા જયા કિશોરી વાચકોને એ સમજવામાં મદદ કરવા માટેની સલાહ અને વિચારો દર્શાવે છે કે તે હાલમાં કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાના જીવનને વધુ સાર્થક બનાવવા માટે તેમણે કઈ રીતે આગળ વધવું જોઈએ. તેઓ આપણને આગળનો રસ્તો દર્શાવે છે જેથી આપણે થોડું આશ્વાસન મેળવી શકીએ, સધિયારો મળી શકે અને આપણે આપણી સામે આવેલ પરિસ્થિતિઓ સાથે ઉચિત વ્યવહાર કરી શકીએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675684587,"sku":"NSM03140","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574820.jpg?v=1782545271"},{"product_id":"reindeers","title":"Reindeers","description":"\u003cp\u003eદરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.\u003cbr\u003e\u003cbr\u003eઆ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762454251,"sku":"NSM02004","price":234.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-86669-20-9.jpg?v=1782544851"},{"product_id":"sanyasini-jem-vicharo-gujarati-translation-of-think-like-a-monk-train-your-mind-for-peace-and-purpose-every-day","title":"Sanyasini Jem Vicharo : \"Gujarati Translation of Think like A monk :Train your mind for peace and purpose every day\"","description":"\u003cp\u003eSanyasini Jem Vicharo : \"Gujarati Translation of Think like A monk :Train your mind for peace and purpose every day\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944764223723,"sku":"NSM02114","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-90924-15-8.jpg?v=1782544860"},{"product_id":"chalisi-pachhi-kem-chalis","title":"Chalisi Pachhi Kem Chalis?","description":"\u003cp\u003eસ્ત્રી માટે ૪૦ વર્ષ પછીનો ઉમરગાળો એ ખુબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી અંગત , શારીરિક , માનસિક , તેમજ સામાજિક સ્તરે ખુબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસી સુધીની ઉમરે સ્ત્રી હમેશા એક યા બીજા પ્રકારે વ્યસ્ત રહે છે. સંતાનો, કુટુંબ , કેરિયર ,ભણતર આ બધામાં એને ક્યારેયપણ શાંતચિતે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર આવ્યો હોતો નથી . દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા લાગે છે. આવું શા માટે થાય છે ? એની પાછળ શું કારણભૂત છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી તેઓની જીંદગીમાં , જીવાતી જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત એવા આકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે . કારણકે, \"Life begins at fourty\".....\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944764354795,"sku":"NSM02117","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chalishi-pachhi-kem-chalish-front.jpg?v=1782478774"},{"product_id":"the-secret-the-secret-shakti-the-secret-hero-and-chamatkar-combo","title":"The Secret, The Secret Shakti, The Secret Hero and Chamatkar (Combo)","description":"\u003cp\u003eThe Secret, The Secret Shakti, The Secret Hero and Chamatkar (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765108459,"sku":"NSM02134","price":1710.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-secret-combo.jpg?v=1782476945"},{"product_id":"premrang","title":"Premrang","description":"\u003cp\u003e\"પ્રીત કિયે સુખ હોય\"ની અભૂતપૂર્વ સફળતા બાદ બાર વરસે જય વસાવડા નું પ્રેમ પરનું નવું જ રંગીન પુસ્તક. \"પ્રેમ રંગ\". મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ.  અદભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766943467,"sku":"NSM02232","price":515.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/premrang-jav-vasavda.jpg?v=1782476361"},{"product_id":"be-jigari-yaar","title":"Be Jigari Yaar","description":"\u003cp\u003eBe Jigari Yaar\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944768450795,"sku":"NSM02260","price":349.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/be-jigri-yar.jpg?v=1782476382"},{"product_id":"toonkman-and-etle-ke-combo","title":"Toonkman...!!! and Etle Ke... (Combo)","description":"\u003cp\u003eToonkman...!!! and Etle Ke... (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944768876779,"sku":"NSM02263","price":349.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/toonkman-and-etle-ke-combo.jpg?v=1782476383"},{"product_id":"microfiction-bytes","title":"Microfiction Bytes","description":"\u003cp\u003e૫૦થી વધુ લેખકોની કલમે લખાયેલી ૯૭ વૈવિધ્યપૂર્ણ માઇક્રોફિક્શન વાર્તાઓનું સંપાદન એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ. જેમ ૩૦ સેકન્ડની ફેસબુક રીલ્સ મજા કરાવે એમ જ એકાદ બે મિનિટમાં વંચાઈ જતી આ મજેદાર, ધારદાર ટચૂકડી વાર્તાઓ આપનું ધ્યાન જકડી રાખશે એ ચોક્કસ છે. માઇક્રોફિક્શન શૉટ્સની અદ્વિતિય સફળતા પછી સર્જન ટોળકીનું બીજું એવું જ સુંદર પુસ્તક એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ.. અવનવા વિષયો, વૈવિધ્યપૂર્ણ ફલક, અદ્વિતીય આલેખન અને સરસ મજાના અંત સાથે વાચકને થોડીક જ ક્ષણોમાં આ વાર્તાઓ અનોખી સફરે લઈ જાય છે. એ વિચારતા કરી મૂકશે, મનોરંજન તો આપશે જ, સાહિત્યના આચમનનો આનંદ પણ આપશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944770416875,"sku":"NSM02279","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microscopic-bites-front.jpg?v=1782478816"},{"product_id":"anand-tandav","title":"ANAND TANDAV : Shaivatvama Samahit Scienceni Shodhma..","description":"\u003cp\u003eસ્વિત્ઝરલૅન્ડના જિનિવામાં સ્થિત વિશ્વના સૌથી મોટા ફિઝિક્સ રિસર્ચ સેન્ટર્સમાંના એક એવા–CERN–ના પ્રવેશદ્વાર પર મૂર્તિમાન નટરાજ એ વાસ્તવિકતા ઉજાગર કરે છે કે, સમસ્ત જગત શિવને હવે ‘વૈજ્ઞાનિક ઈશ્વર’ તરીકે સ્વીકારી રહ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી શરૂ કરીને નિકોલા ટેસ્લા, સર જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજન્ સહિત ઇતિહાસમાં થઈ ગયેલાં તમામ મહાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યાં વિજ્ઞાનની સરહદનો અંત થાય છે ત્યાંથી અધ્યાત્મક્ષેત્રનો આરંભ થાય છે.\u003cbr\u003e‘આનંદતાંડવ’ દેવાધિદેવના એ મહાનત્તમ અને પ્રચંડ ઊર્જા ધરાવતાં નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો એક પ્રયાસ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથોસાથ અધ્યાત્મક્ષેત્રે મારા ઊંડાણપૂર્વકના સંશોધનોને કારણે વિજ્ઞાન અને ધર્મ મને બે વિરોધાભાસી અંતિમો નહીં, પરંતુ ક્ષિતિજરેખા સમાન પ્રતીત થયા છે. ભૌતિકવિજ્ઞાન અને અઘોરમાર્ગના ગહન અભ્યાસ અને પ્રયોગો બાદ મને એ સત્ય સમજાયું છે કે બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.\u003cbr\u003eઆ પુસ્તક શિવનું શબ્દરૂપી આનંદતાંડવ છે, જેમાં વિજ્ઞાનસમષ્ટિ અને શૈવત્વના અદ્વૈતવાદને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘નમઃ શ્રેણી’નાં તમામ પુસ્તકો આજની નવી પેઢી માટે ધર્મ-અધ્યાત્મને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવામાં સહાયકરૂપ સાબિત થશે એની મને ખાતરી છે. આગામી દિવસોમાં જીવવિજ્ઞાનની સાથોસાથ શિવવિજ્ઞાનનો સમાવેશ પણ અભ્યાસક્રમોમાં થાય તો નવાઈ નહીં!\u003cbr\u003e\u003cbr\u003eRelease Date  : 23rd July\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944773136619,"sku":"NSM02313","price":145.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/namah-anandtandav-front.jpg?v=1782478832"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/gujarati-best-seller-of-the-month.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}