{"title":"Dhruv Modi","description":null,"products":[{"product_id":"rahasyatit-a-story-beyond-the-mystry","title":"Rahasyatit : A Story Beyond The Mystry","description":"\u003cp\u003eપ્રિય વાચક મિત્રો... \u003cbr\u003eરહશ્ય થી ભરપૂર અલૌકિક વાર્તા હમેશાં આપણને રોમાંચિત કરતી હોય છે. ઈશ્વરીય શક્તિ અપાર અને અનંત છે અને મૃત્યુ એ દરેક જીવંત પ્રાણી નો અંત છે. ગીતા માં લખ્યું છે કે જેને જીવન લીધું છે તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ શું થાય અગર આપણે પ્રકૃતિ ના આ નિયમમાં ખલેલ પાડીએ તો?\u003cbr\u003eઆ પાંચ આંટી-ઘૂટી વાળી અને એક-મેક સાથે સંકળાયેલી વાર્તાનો સમૂહ છે... \u003cbr\u003eશું મારા વાચક મિત્રો... \u003cbr\u003e•    કથનના સાચા પડતા સ્વપ્ના પાછળનું રહસ્ય જાણી શકશે? \u003cbr\u003e•    ઇન્સ્પેક્ટર શિવની જેમ કાતિલને શોધી શકશે કે પછી ડિટેક્ટિવ ભોલારામ ની જેમ શંકા નો કીડો દૂર કરી શકશે?\u003cbr\u003e•    સાહિલ ની જેમ કોઈ પણ વ્યક્તિ, જીદ ના મદ માં મસ્ત થઈ ને શું ગુમાવી શકે શકે છે તે જાણી શકશે? \u003cbr\u003eઅને \u003cbr\u003e•    જાદુગર ની માયાજાળ રચવા પાછળનો હેતુ જાણી શકશે? \u003cbr\u003eમર્ડર મિસ્ટ્રી, અલૌકિક શક્તિઓની રહસ્ય અને રોમાંચ થી ભરપૂર વાર્તા એટલે \u003cbr\u003eરહસ્યાતિત\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633807083,"sku":"NSM02723","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rahasyatit-a-story-beyond-the-mystry.jpg?v=1782545015"},{"product_id":"love-once-again","title":"Love Once Again","description":"\u003cp\u003eઆ પુસ્તકમાં પ્રારંભ કરવાથી લઈને યોગ્ય દિશામાં તૈયારી, સક્રિય રહીને સમસ્યા કે પડકાર આવે ત્યારે કઈ રીતે એને હાથ ધરવા, તકનું કામયાબીમાં રૂપાંતર, કરિયરમાં રોજગારક્ષમતા વિકસાવવી એટલે શું, દરેક બાબતમાં એટિટ્યુડ (અભિગમ)ની મૂળભૂત ભૂમિકા, માનવ સ્વભાવની ખાસિયત, એ ખાસિયતની અભિવ્યક્તિ કરતું માણસનું વર્તન અને સફળતા માટે ચાન્સ લેવાની વૃત્તિ રાખવાને બદલે સફળતાની પસંદગી (ચોઈસ) કરવી શા માટે અગત્યની છે એ સહિતના અનેક અગત્યના પરિબળોની પચાસ પ્રકરણમાં રસપ્રદ રીતે વ્યવહારુ (Practical) છણાવટ કરવામાં આવી છે.\u003cbr\u003eઆ પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે એમાંના દરેક પ્રકરણનો જે વિશેષ ઢાંચો છે એ પણ સમજી લેવો જરૂરી છે. વાંચવાનું રસપ્રદ નીવડે અને સાથે એમાંથી પોતાને જરૂરી હોય એ બાબતને  સરળતાથી ગ્રહણ પણ કરી શકાય એ હેતુને ધ્યાનમાં રાખીને મોટાભાગે દરેક પ્રકરણની શરૂઆતમાં કોઈ રસપ્રદ વાર્તા, કોઈ રીઅલ લાઈફ સ્ટોરી કે પછી કોઈ પ્રયોગ કે સંશોધનના પરિણામને ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે. એ પછી જે તે વિષય શું છે એની ટૂંકી છણાવટ કરી છે, એ સાથે જ એમાં આવરી લેવામાં આવેલા પગલાંને ગ્રહણ કરીને અમલમાં મૂકવા શું કરવું જોઈએ એને ચોકસાઈથી સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં એક ટેક અવે મેસેજ તરીકે કોઈ વિખ્યાત વ્યક્તિના અવતરણ કે કોઈ ચોટદાર વાત સાથે પ્રકરણને વિરામ આપ્યો છે. અપવાદરૂપ પ્રકરણ સિવાય દરેક પ્રકરણ લંબાણપૂર્વકનું ન થઈ જાય એની પણ ખાસ કાળજી રાખી છે, કારણ કે વર્તમાન સમયમાં લોકોને ટૂંકું અને મુદ્દાસરનું લખાણ વાંચવું અને સમજવું વધુ ગમે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944661233899,"sku":"NSM02993","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237767.jpg?v=1782545170"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/dhruv-modi.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}