- 15 %

Mari Vat To Sambhalo

Be the first to review this product

Regular Price: INR 150.00

Special Price INR 128.00

Availability: In stock

કૂમળા છોડ જેવા બાળકો પુખ્તવયે ખુબ જ સારી રીતે વિકસી શકે છે. બસ જરૂર છે તો સારા માર્ગદર્શનની. માતા-પિતાથી વધારે સારા માર્ગદર્શક એમના માટે કોણ હોઈ શકે ? આ બુકમાં ટીનએજરસના મહતમ પ્રોબ્લેમ્સ આવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાળકોના પ્રોબ્લેમ્સ એમની જ ભાષામાં લખ્યા છે. અને પછી માતા-પિતા તરીકે એમને કેવી રીતે મદદ કરી શકાય એના સૂચનો આપવાનો પ્રય્તન પણ કરવામાં આવ્યો છે. દરેક માતાપિતા અને બાળકોએ વાંચવા જેવી...
 

Product Description

 અચાનક તમને એવું લાગ્યું છે  કે તમારો સ્વીટ-ડાયો ડમરો,કહ્યાગરો છોકરો-છોકરી અચાનક સ્ટ્રેન્જરની જેમ વર્તે છે. અચાનક એને તમારા નિયમો,તમારી પસંદગી , તમારી વેલ્યુને રીજેક્ટ કરે છે. અને આપને ગભરાઈ જઈએ છીએ. આપણને આપણા પેરેન્ટિંગ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. કંઇક મીસ તો નથી કરી ગયા ને ? અચાનક એને આપણી જરૂરિયાત નથી રહેતી. આપણી કાળજી એને કચકચ લાગે છે અને હવે એને એની જીંદગીના બધા જ ડીસીઝન એને જાતે લેવા છે. તરુણ પોતે indivdial thinking ધરાવે છે અને એના પોતાના નવા આઈડીયા અને નવા વિચારો છે. એના પોતાના સપના છે. માં-બાપ તરીકે આપણે ક્યાં એને પ્રોટેક્ટ કરવા, ક્યાં એને સપોર્ટ કરવા અને ક્યારે રોકવા, આ બેલેન્સ કરવું એ જ આઈડીયલ પેરેન્ટિંગ. અને એના માટે  ઉપાય – સંવાદ. નવી નવી પોતાની ઓળખ શોધવા નીકળેલ તરૂણો નેસમજવાનો પ્રયત્ન કરો એમના મિત્ર બનવા માટે એમની જેમ વિચારવું પડશે, એમના વિચારોનેઅપનાવા, પડશે ટેક્નોલોજીનેસમજ્વી પડશે, એમની સમજણ ને અપનાવી પડશે .Cool બેટા.... whatsup ?એવુ કહેવાની કે બદલવાની જરૂર નથી. પણ હવે છોકરા છોકરીઓ મિત્ર હોય એવું  સ્વીકારવું પડશે ,મોડી રાતસુધી પાર્ટીમાં જાય એ થોડા સૂચનો સાથે  હસીને સ્વીકારવું પડશે ,દિવસનો થોડો time whats app , fb , instagram કરતા હોય તો સ્વીકારવું પડશે .હેર કલર કરાવે, ક્યારેક ટેટુ પણ કરાવે બુટ્ટી પણ પહેરે , અને shorts પહેરીને બહારજાય ત્યારે હસીને bye પણ કહેવું જોઇએ .પણ એની  સાથે સાથે, વડીલોને પગે લાગવું પડશે ,દાદા-દાદીને જયશ્રી ક્રુષ્ણ અને  પપ્પા-મમ્મી બહારથી આવે તો પાણી આપવું પડશે.આગ્રહ પણ રાખવો જોઇએ.
  છેલ્લા દસ વર્ષથી ઘણી સ્કુલોમાં ટીનએજરસના ઘણા સેસન લેવાનો અમને અનુભવ છે. તેમાં અત્યાર સુધી ૯-૧૯ વર્ષના અંદાજે ૧૦૦૦૦ બાળકો સાથે સંવાદ સાધવાની અમને તક મળી. અમારા કન્સલ્ટીગ અને સેસનમાં ભાગ લેતા ટીન એજરસના પ્રોબ્લમસને અમેં ખુબ નજીકથી સાંભળ્યા છે. આ કૂમળા છોડ જેવા બાળકો પુખ્તવયે ખુબ જ સારી રીતે વિકસી  શકે છે. બસ જરૂર છે તો સારા માર્ગદર્શનની. અને માતા-પિતાથી વધારે સારા માર્ગદર્શક એમના માટે કોણ હોઈ શકે ? આ બુકમાં અમારા ધ્યાનમાં આવેલા ટીનએજરસના મહતમ પ્રોબ્લમસ આવરવાનો પ્રયત્ન કર્યો છે. બાળકોના પ્રોબ્લમસ એમની જ ભાષામાં લખ્યા છે. અને પછી માતા-પિતા તરીકે આપણે એમને કેવી રીતે મદદ કરી શકીએ છીએ એના સૂચનો આપવાનો પ્રય્તન કર્યો છે દરેક માતાપિતા અને બાળકોએ વાંચવા જેવી...

Additional information

Author Dr.Prashant Kariya & Dr.Latika Shah
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2018
Pages 120
Bound Hard Bound
ISBN 978-81-8440-888-1
Edition First
Subject No

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.