પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!
આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.