મેં ગાંધીવધ શા માટે કર્યો?
નથુરામ ગૉડસેના ભાઈ દ્વારા લખાયેલાં આ પુસ્તક ‘મેં ગાંધીવધ શા માટે કર્યો?’માં મહાત્મા ગાંધીની હત્યાના ઐતિહાસિક દિવસથી લઈને ગૉડસેને થયેલી ફાંસી સુધીની ઘટનાઓનું વર્ણન છે. આ પુસ્તકમાં હત્યાના કારણે ઉશ્કેરાયેલા લોકોના જાહેર અને રાજકીય મંતવ્યો અને પ્રતિક્રિયાઓ તેમજ નાથુરામ ગૉડસેએ કોર્ટમાં આપેલા સત્તાવાર નિવેદનની વાત પણ કરવામાં આવી છે.
નથુરામ વિનાયક ગૉડસે એક હિન્દુ રાષ્ટ્રવાદી હતા અને રાજકીય પક્ષ ‘હિન્દુ મહાસભા’ના સભ્ય હતા, જમણેરી હિન્દુ અર્ધલશ્કરી સ્વયંસેવક સંગઠન ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS)ના ભૂતપૂર્વ સભ્ય હતા અને જેમણે હિન્દુત્વની વિચારધારા ઘડી હતી એવા તેમના માર્ગદર્શક વિનાયક દામોદર
સાવરકરના પ્રચારક પણ હતા.
Translated By Chirag Thakkar "Jay"