વિજ્ઞાનના બંધ બારણે ચાલતી, અચરજ પમાડતી, કુતૂહલ જગાડતી, રોમાંચ જન્માવતી અને વિજ્ઞાન મટી જાણે કોઈ રોચક ફિલ્મ કે વેબ સિરીઝ જોતા હોઈએ તેવી અનુભૂતિ કરાવતી સત્યકથાઓનું સંકલન આ પુસ્તકમાં છે. દરેક પ્રકરણમાં વિજ્ઞાનના વીરો પ્રત્યે આદર જન્મે એવી exclusive માહિતી છે અને બીજી તરફ વિજ્ઞાનના પરદા પાછળ ચાલતા છળ-કપટ, કાવા-દાવા, વેર-ઈર્ષ્યા, મર્ડર, દગો, ઘમંડ, ચોરી અને કૌભાંડોની સત્યકથાઓ છે, જે કદાચ ગુગલ કે વિકિપીડિયા પર પણ આસાનીથી ઉપલબ્ધ નથી.
ફિલ્મ ડાયરેક્ટર અને લેખક રાહુલ ભોળેના કલમે લખાયેલી આ વિજ્ઞાનની સત્યકથાઓ - બોરિંગ ટેક્સ્ટબુકની માહિતી રૂપે નહીં, પણ થ્રિલિંગ સ્ક્રીનપ્લે વાંચતા હોવ તેવા રસાળ અંદાજમાં રજૂ કરાઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો આ પુસ્તક ઉઠાવીને કોઈ પણ પ્રકરણ વાંચીને જાતે જ ચકાસી લો. એક બેઠકે પૂરું કરી શકાય તેવું મસ્ત-મજાનું, જ્ઞાન-વિજ્ઞાનની સફર કરાવતું સાહસ આ પુસ્તકના પાનાંઓમાં તમારી રાહ જોઈ રહ્યું છે.