કમ્યુનિકેશન ઉપરનું પુસ્તક શા માટે? આ તો શ્વાસ લેવા જેટલો સરળ વિષય છે અને શ્વાસ લેવાની સાથે સાથે દુનિયાની દરેક વ્યક્તિ આ કાર્ય કરી જ રહી છે. તો એમાં જાણવા જેવું શું છે?
શ્વાસ ચાલવા એ આપણા શરીરનો ગુણધર્મ છે. તેને આપણે થોડા અંશે નિયંત્રિત કરી શકીએ છીએ. તેવી જ રીતે કમ્યુનિકેશન, સંવાદ, સંચાર વગેરેને પણ આપણે શરીરનો ગુણધર્મ ગણીને એ જેમ થાય છે તેમ થવા દઈએ છીએ. જે આપણી સહુથી મોટી ભૂલ છે. માનવીને શ્વાસ સિવાય જે પણ જોઈએ – પાણી, ખોરાક, પ્રેમ, લાગણી, સબંધ, દોસ્તી, પ્રોત્સાહન, અને અફકોર્સ, રૂપિયા, તે કમ્યુનિકેશન સિવાય મેળવવું શક્ય નથી. માટે આને એક લાક્ષણિકતા જ ના ગણતા એક આવડત, એક કળા તરીકે ખિલવવી જોઈએ.