શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા,
ત્યારે મેં મંદિરે દર્શન કરવાનું વિચાર્યું હતું.
મંદિર મારા ઘરથી પૂર્વ દિશમાં નજીક હતું.
તમામ દર્શનાર્થીઓએ મારા બગીચામાંના ફૂલો તોડી લીધા.
મારા માટે એક પણ ગુલાબનું ફૂલ રહેવા દીધું નહીં.
મેં ગુલાબની કળી તોડી મારી શણગારેલી થાળીમાં મૂકી દીધી.
તમામ દર્શનાર્થીઓએ મારી શણગારેલી થાળી પર નજર કરી
ને મારી મજાક, હાંસી ઉડાડવા લાગ્યા.
મેં ગુલાબને પ્રશ્ન કર્યો,
તારા પૂર્ણરૂપે ખીલવાનું રહસ્ય મને સમજાવજે.
ત્યાં સવારના સૂરજના રેશ્મી કિરણો
મારી શણગારેલ થાળી પર પડ્યાં.
હું આંખો બંધ કરી, હાથ જોડી પ્રાર્થના કરતો હતો
ત્યાં તો ચમત્કાર થયો.
ગુલાબની કળી પૂર્ણ ફૂલ બની ખીલી ઊઠ્યું.
હું વિચાર કરું તે પહેલાં તો
જોરદાસ સુસવાટા મારતો પવન આવ્યો
ને ફૂલ ઊડીને મૂર્તિના ચરણોમાં હતું.
તમામ દર્શનાર્થીઓ જોતા જ રહી ગયા.
આ તો ચમત્કાર કહેવાય.
આવું કેવી રીતે બને?
મેં ગુલાબની કળી અને ભગવાનનો આભાર માન્યો.
હે પ્રભુ, આવા ચમત્કાર કરાવતો રહેજે.
મને તારા અસ્તિત્વના દર્શન કરાવતો રહેજે.
– દિનેશ પટેલ