"વિચારોની મહેક" વિવિધ ગણમાન્ય ગુજરાતી સર્જકોના ગઝલ/ગીતોના આસ્વાદનો સંપુટ છે.
આ સંપુટમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના નવભાવકો માટે ઉપકારક બની શકે એવા આસ્વાદ આપવાનો લેખિકા અંજના ગોસ્વામી "અંજુમ આનંદ" દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
*
અંજના ગોસ્વામી "અંજુમ આનંદ" આમ તો ગીતકાર, ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્ય જગતમાં સ્થાપિત થયાં છે, પણ "વિચારોની મહેક" સંગ્રહ દ્વારા એ આસ્વાદકાર તરીકે આપણી સમ્મુખ હાજર થયાં છે.
"વિચારોની મહેક" સંગ્રહમાં એમણે અલગ અલગ 43 જેટલાં સર્જકોની કૃતિઓને આસ્વાદ કરાવ્યો છે.
અંજના ગોસ્વામી "અંજુમ આનંદ" પોતે સારા સર્જક હોવા ઉપરાંત સારા ગાયક, ફેશન ડિઝાઇનર, વકીલ અને સમાજસેવામાં રુચિ ધરાવનાર વ્યક્તિ તરીકે પણ જાણીતા છે.