હવે ‘ગીતાદર્શન’ (ભાગ-2)માં છે જેમાં અધ્યાય નં. 4 જ્ઞાનકર્મ સંન્યાસયોગ, અધ્યાય નં. 5 કર્મ સંન્યાસયોગ અને અધ્યાય નં. 6 આત્મયોગ એ ત્રણ અધ્યાય વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે, જે ચર્ચામાં મનુષ્યનો પુનર્જન્મ થાય છે જ તે વાતને શ્રીકૃષ્ણ ભગવાને પુષ્ટિ આપેલ છે તેના વિશે, મનુષ્યના ચાર વર્ણ વિશે, કર્મના અન્ય બે પ્રકાર અકર્મ અને વિકર્મ વિશે, પરમાત્માને પ્રાપ્ત કરવાની જુદી જુદી રીતો વિશે, જ્ઞાનના મહિમા વિશે, કર્મયોગી અને સાંખ્યયોગીના લક્ષણો વિશે, ધ્યાન, પ્રાણાયામ વગેરે યૌગિક ક્રિયાઓ વિશે, મનુષ્ય પોતે નિષ્કામકર્મ કરતાં કરતાં યોગી કેવી રીતે બનીશકે વગેરે વિષયો વિશે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સંબોધિત કરી સમગ્ર માનવસમાજને ઉપર જણાવ્યા મુજબના વિષયો અને જ્ઞાનનો સંદેશો આપેલ છે.