‘મારા આત્મપ્રિય સુભાષભાઈ બોલે એટલે આપણને બેસાડી દે, કે તમે શાંત થઈ જાઓ, મૌન થઈ જાઓ. સુભાષભાઈ, આપના શબ્દો - આપની પાસે શબ્દો છે, પણ તમે શબ્દ પકડીને શબ્દ છોડવાની તૈયારીમાં છો. એક એવો રૂખડ, ઋષિ જે ભાવનગરની ‘સરાઈ’માં બેઠો છે.’
‘સરાઈ’નો સાધક ઘરનું નામ ‘સરાઈ’ રાખે એનો મરમ પણ ગહેરો છે, પણ અહીં અટકું... તમે પામો-માણો સુભાષભાઈનું અમૃત...