અથશ્રી પછીનું નવું સોપાન એટલે કથાસંહિતા. આપણાં મહાગ્રંથોની અજાણી કથાઓને તર્કસહિત પ્રસ્તુત કરતું આ પુસ્તક પ્રકૃતિનો - માતૃત્વનો ઉત્સવ છે. અહીં પ્રમાણભૂત કથા છે અહલ્યાની, તાડકાની, ત્રિજટાની. અહીં વૈદિકકાળની વિદૂષીઓ અપાલા, ઘોષા, વિશ્વવારા, સતી અરુંધતી અને રાક્ષસી કર્કટીની કથાઓ છે. તો સનાતન સંસ્કૃતિમાંથી આજના ખગોળવિજ્ઞાનને સાંકળતા સૂર્યસિદ્ધાંત, ટાઇમ ટ્રાવેલ, ટાઇમ ડિલેશન, અનેકવિધ પેરાડોક્સ, પેરેલલ અને મલ્ટિપલ યુનિવર્સ વિશેની કથાઓ છે. કથાસંહિતા એકલવ્યના વ્યક્તિત્વને સમગ્રતયા રજૂ કરી એના વિશેની ભ્રાંતિઓ ભાંગવાનો પ્રયત્ન છે. મહામંત્ર ગાયત્રીમંત્રના પ્રાદુર્ભાવની કથા અને મહત્વ વિશે કથાસંહિતામાં વિગતે વાત છે.