જિંદગીની એક એવી રમત જેમાં પલટાતા પાસાઓથી પળમાં પરિસ્થિતિ, સંજોગો, લાગણીઓ અરે માણસની પ્રકૃતિ પણ આખેઆખી બદલાઈ જાય છે.
એક સામાન્ય વ્યક્તિ દ્વારા જીવાતા દરેક સંબંધ અને એના અનુભવો ખૂબ સહજ રીતે પ્રગટ કરતી, દરેકેદરેક પ્રકરણે ચોંકાવતી, ક્યારેક ભાવુક કરતી તો ક્યારેક રોમાંચિત કરી મૂકતી આ નવલકથા એક રોલર કોસ્ટર રાઇડ જેવી જ મજા કરાવશે.
પતિ-પત્ની, મિત્રો, મા-બાપ, પ્રેમી-પ્રેમિકા આ તમામની હાજરી-ગેરહાજરીમાં અનુભવાતા આવેગો અને તેમના પારસ્પરિક સંવાદોથી જાગતી જિજ્ઞાસા નવલકથાના અંતે જ્યારે તૃપ્ત થાય ત્યારે આપોઆપ ઉદ્ગાર સરી પડે.