Priya Self

Be the first to review this product

Regular Price: INR 325.00

Special Price INR 292.00

Availability: In stock

પ્રિય સેલ્ફ પુસ્તકોનું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખ પાછળનો એક માત્ર ઉદેશ્ય આત્મોદ્ધાર છે. જે મને ગમ્યું છે, એ તમને પણ ગમશે. જે મને ઉપયોગી નીવડ્યું છે, એ તમને પણ ઉપયોગમાં આવશે એવી શ્રદ્ધા અને આશા સાથે આ પુસ્તકનું નિર્માણ થયું છે. એવા પુસ્તકો જે જીવન બદલી શકે છે. વિવિધ પુસ્તકોમાંથી કામમાં આવે તેવી શ્રેષ્ઠ અને ઉપયોગી વાતો, અહીં સરળ ભાષામાં રજૂ થઈ છે. આ એક માત્ર પુસ્તક એવું છે, જે આપણે પોતાની જાતને ગિફ્ટ કરવું જોઈએ. કારણકે આ પુસ્તકમાં જાત સાથેની અને જાત માટેની વાતો છે. સ્વયંને નિખારવાનો અને સમજવાનો એક પ્રામાણિક પ્રયત્ન છે. મનુષ્ય પોતાની ભવિષ્યની જાતને હંમેશા અન્ડર એસ્ટીમેટ કરે છે. પરિપક્વતા અને સમજણની બાબતમાં ઓછી આંકે છે. માણસને હંમેશા એવું લાગે છે કે અત્યાર સુધીમાં એનો મહત્તમ વિકાસ થઈ ચુક્યો છે. હવે આનાથી વધારે ગ્રો થવાની કોઈ શક્યતા નથી. હકીકતમાં આજથી પાંચ કે દસ વર્ષ પછી ખ્યાલ આવે છે કે જેને આપણે સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કે આત્મ-સુધારની ચરમસીમા માનતા હતા, એ અવસ્થા પછી પણ આપણામાં કેટલું પરિવર્તન આવ્યું છે! આ પુસ્તક આપણી ભવિષ્યની જાત માટે છે. જપાનીઝ લેખક હારુકી મુરાકામીનો એક અદ્ભુત સુવિચાર છે :
‘જો તમે એવા જ પુસ્તકો વાંચી રહ્યા છો જેવા અન્ય લોકો વાંચે છે, તો તમે પણ એમના જેટલું જ વિચારી શકશો.’ મતલબ કે વિચાર અને સમજણનો વ્યાપ વધારવા માટે વાંચનનો વ્યાપ વધારવો જરૂરી છે.