Gurudatt Trianki Shokantika

Be the first to review this product

Regular Price: INR 499.00

Special Price INR 449.00

Availability: In stock

ચંદ્રથી કોણ અજાણ છે? પણ આપણે ચંદ્રને તેની સમગ્રતામાં જાણીએ છીએ ખરાં? એવું જ અતિપ્રખ્યાત વ્યક્તિઓ વિશે પણ થતું હોય છે.
ગુરુદત્ત. આ નામથી કોણ અજાણ છે?
એમની ફિલ્મોનાં નામ જાણીએ છીએ, ઘણાંએ એમની ફિલ્મો જોઈ છે. અનેક એમના ચાહકો પણ છે.
અતિપ્રખ્ચાત હોવાથી ઘણીવાર આપણે એ વ્યક્તિની પ્રતિભા સમજવામાં થાપ પણ ખાઈ જઈએ તેવું બને. અનેક પાસાંથી આપણે અજાણ રહી જતાં હોઈએ છીએ. આવી પ્રતીતિ આ પુસ્તક વાંચતાં થઈ.
પ્રસ્તુત પુસ્તક ‘ગુરુદત્તઃ એક ત્રિઅંકી શોકાંતિકા’, જે પ્રતિભાશાળી ફિલ્મકાર અને કલા- સાહિત્યના અભ્યાસનિષ્ઠ એવા અરુણ ખોપકરે મૂળ મરાઠીમાં લખેલ દીર્ઘ અભ્યાસ લેખોનો ગુજરાતી અનુવાદ છે. અરુણ ખોપકરે પોતે જે રીતે તેમની ફિલ્મો જોઈ છે અને ગુરુદત્તનાં પ્રકાશ-છાયા માધ્યમના સર્જનશીલ ઉપયોજનનું, કથાનક, પાત્રો વગેરે સંદર્ભે સૂક્ષ્મ સહૃદય રસગ્રહણ અને વિશ્લેષણ કર્યાં છે -તે આખો અનુભવ તેમણે આપણી સાથે વહેંચ્યો છે. આટલું સુંદર સૌહાર્દપૂર્ણ ફિલ્મ વિવેચન અન્ય કોઈ મારા વાચનમાં આવ્યું નથી. - એક ઉત્તમ પુસ્તકનો અનુવાદ ગુજરાતી ભાવકો સમક્ષ મૂકતાં આનંદ થાય છે.

લોકપ્રિય, વિદ્વાનોએ વખાણેલું અને સિનેમા પરના શ્રેષ્ઠ લેખન માટેનું પારિતોષિક પ્રાપ્ત કરનારું આ પહેલું મરાઠી પુસ્તક છે. બંગાળી, કન્નડ, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત આ પુસ્તક હવે ગુજરાતીમાં.
- અશ્વિની બાપટ.