Rumi (Virah Vishad ane Visfotni Chaitanyagatha)

Be the first to review this product

Regular Price: INR 749.00

Special Price INR 600.00

Availability: In stock

રૂમી : વિરહ, વિષાદ અને વિસ્ફોટની ચૈતન્ય ગાથા

રૂમી એટલે સદીઓમાં ક્યાંક જોવા અને ક્યારેક સાંભળવા મળે તેવો અલૌકિક સૂફિ કવિ, અદ્ભુત વિચારક અને અનન્ય પ્રેમી-મિત્ર છે. આઠ દાયકાના તેના જીવનમાં તેણે હજારો પ્રેમકાવ્યો લખ્યાં અને પ્રેમની દિવાનગી અને ફકીરાઈ, ઝંખના અને ઝૂરાપો જીવી દેખાડ્યો. તેણે પરમને માશૂકા અને પ્રેમને ધર્મ બનાવ્યો. તેની યાત્રા જિસ્માનીથી રૂહાની બની રહી. તેનું જીવન, નર્તન, કવન અને દર્શન સૂફી સંહિતા ગણાય છે. તેનું દરેક કાવ્ય એક નાવ છે, જે વાચકને મૌૈન ઇશ્કના વહેણમાં કોઈ અનામ તટે લઈ જાય છે. તેનું દરવિશી નર્તન પ્રેમીની ફકીરાઈનો ઓચ્છવ છે.
આજે રૂમી વર્લ્ડ બેસ્ટસેલર કવિ છે. વિશ્વના પ્રેમીઓ તો તેને મૈત્રીનો મસીહા અને ઇશ્કનો અવતાર ગણે છે. અરે, તેનું જીવન તો આશિકીની આચારસંહિતા ગણાય છે. તેના હજારો કાવ્યો પ્રેમનું મહાકાવ્ય ગણાય છે. તે સ્વયં સિલસિલા–એ-ઇશ્ક અને ઇલ્મનો બંદો ગણાય છે. તેણે આપણા જગતને ચીંધ્યું કે અસ્તિત્વ આખું પામવાનો એક જ પાસવર્ડ છે ઃ મૈત્રી. આ ગ્રંથ સ્વયં પ્રેમ-મૈત્રીનો એક ઝીઆરત (યાત્રા) છે.