ઇશ્વરે તમને સોળે કળાએ ખીલેલું રુપ આપ્યું હોય, પણ એકાદું અંગ આપવાનું ભૂલી ગયો હોય તો? અથવા એકાદું અંગ વધુ આપી દીધું હોય તો? તેને તમે શું કહેશો? ઇશ્વરની કૃપા કે તેનો તમારા પ્રત્યેનો વધુ પ્રેમ? કે ઇશ્વરને તમે ગાળો આપશો?
પુસ્તકની નાયિકા પર્લ પોલિડેક્ટલી ફિંગર (એક વધારાની આંગળી) સાથે જન્મે છે. બસ, પછી શરુ થાય છે જડ વૃત્તિ ધરાવતા લોકોનો એક માસૂમ બાળકીના કૂમળા મન સાથે રમત રમવાનો ગંદો ખેલ.
શું સમાજના બેવડા ધોરણ અને
'પરફેક્ટ બોડી' ની પરિભાષામાં ફિટ થવું જરાક અમસ્તા 'અસામાન્ય ' વ્યક્તિ માટે આટલું મુશ્કેલ છે? એ જાણવા તમારે અંધશ્રદ્ધાના વમળમાં અટવાયેલી, રોલર - કોસ્ટર રાઇડ જેવું જીવન જીવતી પર્લની કથા વાંચવી જ રહી.