શક્તિ પૂજા! સનાતન ધર્મએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. સંસ્કારોના સિંચન સાથે ધર્મનો માર્ગ બતાવતાં આપણા શાસ્ત્રોમાં સ્ત્રીના માસિકધર્મનો ગહન અભ્યાસ જોવા મળે છે. આજની સુપરવુમનને મોડર્ન લાઇફસ્ટાઇલથી ઉદ્ભવતી મોડર્ન સમસ્યા જેમકે PCOD - PCOS, PMS, ડિસમેનોરિયા, મેનોરેજિયા, મેટ્રોરેજિયા, એમેનોરિયા, ઓલિગોમેનોરિયાનો સામનો કરવો ખુબ મુશ્કેલ બની રહ્યો છે. પરંતુ આપણા મહાન પૂર્વજોએ આ મોડર્ન સમસ્યાનો કોયડો પહેલા જ ઉકેલીને આપણા જીવનમાં વણી રાખ્યો હતો. જેને આપણે માન્યતાઓ કહીને આંખ આડા કાન કર્યાં.
સ્ત્રીઓના રજઃકાળ અને પ્રકૃતિના ઋતુચક્રમાં વચ્ચે શું સંબંધ છે?
આયુર્વેદ મુજબ રજસ્વલા પરિચર્યાનું પાલન કેમ જરૂરી છે?
શું રજઃસ્ત્રાવ દરમિયાન મંદિરમાં પ્રવેશ કરી શકાય?
શું રજઃકાળમાં મંત્ર સાધના કરી શકાય?
રક્તસ્ત્રાવ શુદ્ધ છે કે અશુદ્ધ?
રક્તસ્ત્રાવ અને કામાખ્યા મંદિર વચ્ચે કયું અદ્રશ્ય જોડાણ છે?