માર્ક ટ્વેઈને કહ્યું છે કે ‘ભારત માનવજાતિનું પારણું છે. ભાષાનું જન્મસ્થળ છે. ઇતિહાસની જનેતા છે. પરંપરાની દાદીમા છે. રીતરિવાજોની વડદાદી છે.’ ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતાઓ છે. જે આ પુસ્તકમાં પ્રતિબિમ્બિત થાય છે. આ પુસ્તક વાંચીને ખ્યાલ આવે છે કે આપણે કેવી ભવ્ય પરંપરાના વારસ છીએ. આપણા રીતિરિવાજોમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો છે એની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઇ છે. સંસ્કૃત ભાષામાંથી પ્રેરણા લઇ અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. આર્યુવેદની મહાન ઉપયોગીની કદર આપણે કરી શક્યા નથી. આપણા તહેવારોમાં સામાજિક વ્યવસ્થા સમાયેલી છે. અનેક સમાજસેવકો અને સંતોએ જાત ઘસીને ઉજાળા થવાનો રાહ ચીંધ્યો છે. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામીએ ‘ભારતकुल’ પુસ્તક સંશોધન અને શાસ્ત્ર આધારિત લખ્યું છે. પુસ્તક દરેક સ્કૂલ-કોલેજે અચૂક વસાવવા જેવું અને દરેક ભારતીયોએ વાંચવા જેવું આ પુસ્તક છે.