ઑપરેશન તબાહી' સત્ય ઘટના-કાલ્પનિક કથા
ઑપરેશન તબાહી...એ ભારતમાંથી એક ખાસ મિશન માટે પડોશી દેશમાં ગુપ્ત રીતે મોકલેલા એક યુવતી સહિત ચાર અલગ અલગ ખોપડીના આપણા જાંબાઝ એજન્ટ્સની એક અનોખી, રોમાંચક અને સનસનીખેજ નવલકથા છે. તદ્દન નોખા મિજાજ અને અનોખી કથનશૈલી સાથે વહેતી સ્પાય થ્રીલરમાં નિદૅયતાની હદ પાર કરી જતાં મડૅર, રાજકીય રમતો, વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીઓના આકાઓની ચાલ, પાક ગુપ્તચર એજન્સીની બેરહેમી, માનવીય સંબંધોની ગરિમા....આ બધું તો છે જ, પણ સૌથી ઉપર છે દેશકાજે શહીદ થઈ જવાની આપણા એજન્ટ્સની તમન્ના. શું આ ગુપ્ત મિશન સફળતાનું કિરણ જુએ છે કે પછી....? જવાબ 'ઑપરેશન તબાહી'માં છે.