ગુજરાતીઓ બહુ ફરે છે, પરંતુ પ્રવાસ સાહિત્યના પુસ્તકો ઓછાં છે. એ મર્યાદિત સંખ્યામાં એક વધુ પુસ્તક ઉમેરાયું છે, 'રખડે એ મહારાજા'.
લલિત ખંભાયતાએ અગાઉ 'રખડે એ રાજા' સહિતના સાત પુસ્તકો આપ્યાં છે. આ આઠમું પુસ્તક છે.
પુસ્તકમાં કુલ 14 પ્રકરણો છે, જેમાં જૂનાગઢ પાસેના રામનાથથી માંડીને જાપાનના વર્લ્ડ હેરિટેજ ગામ સુધીની વાતો વણી લેવાઈ છે.
પ્રવાસ દરમિયાન થયેલા સારા અને નરસાં અનુભવો ઉપરાંત પ્રવાસે જવું હોય તો અચૂક જાણવી પડે એવી એવી પ્રેક્ટિકલ ટિપ્સ પણ દરેક પ્રકરણ સાથે છે.
અહીં ઓર્ડર કરો...