વૈવિધ્ય સભર કુલ પચાસ લલિત નિબંધોના આ સંગ્રહમાં 'એક હતો ભાડૂઆત' એક લેખ છે. અહીં વાર્તાઓ નહીં, આપણી પોતીકી વાતો અને સંવેદનાની પોટલી ખૂલે છે. એક સહ્રદયી વાચકનાં શબ્દમાં, "ફિલ્ટર વગરનું લખાણ. આમ હૃદયમાંથી નીકળીને સીધું હૃદયમાં પહોંચી જાય અને આપોઆપ એના ભાવવિશ્વમાં ખોવાઈ જવાય."
ખાસ તો સોશિયલ મીડિયા સુધી પહોંચી ન શકે એવાં સીનિયર્સ માટે હળવું વાંચન. ભેટ આપવા માટે અવશ્ય સારું પુસ્તક.