Satsang : (Be Ajanya Lokoni Majani Safar)

Be the first to review this product

Regular Price: INR 165.00

Special Price INR 149.00

Availability: In stock

બે અજાણ્યા લોકો - એક રૂપાળી છોકરી ભક્તિ અને એક હેન્ડસમ છોકરો વિકાસ. ભાડાની એક ટેક્સી અને એનો ભોળો, હસમુખો ડ્રાઈવર ચેતન! "ઢબો... ઢાંચ" પછી લેખક દેવ કેશવાલાનું આ બીજું પુસ્તક "સત્સંગ - બે અજાણ્યા લોકોની મજાની સફર" અમદાવાદથી સુરત સુધીની એક મસ્ત મજાની મનોરંજક રોડ ટ્રીપ છે જે બુલેટ ટ્રેનની ઝડપે તમારા મનમાં સડસડાટ ઘૂસીને અનહદ્ મોજ કરાવશે! અમદાવાદની એક મિડલક્લાસ પરિવારની ભક્તિ અને એક પૈસાદાર પરિવારનો વિકાસ એક શેરિંગ ટેક્સી ભાડે કરે છે. બંનેને ખબર નથી કે તેનો કો-પેસેન્જર કોણ છે! ટેકસીમાં બેસતા જ બંનેને ખબર પડે છે કે બંનેને એકબીજા સાથે જરા પણ મેળ નહિ આવે. વાતે વાતે બંને વચ્ચે ઝગડા અને માથાકૂટ થતાં રહે છે અને તેમાંથી નીપજતું હાસ્ય અને મનોરંજન વાંચકોને તરબોળ કરે છે. રોડ પર આવતો ઢાળ જેમ ઊતરીએ અને પેટમાં મીઠાં મીઠાં શેરડા પડે એવી જ મજા અને એકસાઈટમેન્ટ આ અનોખી નવલકથા તમને આપવાની છે!