આ કથા છે અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી એક સાદી ગૃહિણીની. પાડોશણ સાથે ભીંડાના ભાવની વાતો કરતી, વરસાદ આવે તો સૂકવેલાં કપડાં લેવા દોડતી, રોજ ગાયને રોટલી નાખતી સર્વ સાધારણ સ્ત્રીની. એનામાં કોઈ વિશેષતા નથી… સિવાય કે સાતત્ય.
પણ ધીમી ધારે વહેતું પાણી કાળમીંઠ શીલાને ફાડીને વહી નીકળે છે. સાતત્ય પર જ સૃષ્ટિ અને સભ્યતા ટકેલા છે.
તો ઝાકઝમાળ પ્રેમકથાઓ વચ્ચે આ દાંપત્યકથા – મહાભિનિષ્ક્રમણ.