જસ્ટ ઇમેજિન, જો કલ્પનાઓ હકીકત બને તો? જો માણસને પાંખો હોય તો? જો ડાઈનાસોર આજે પણ આપણી વચ્ચે જીવતા હોય તો? જો ઇન્ટરનેટ ન હોય તો? જો ટાઈમ ટ્રાવેલ કરી શકાય તો? આ પ્રકારની અનેક કલ્પનાઓ જો હકીકત બને તો શું થાય? જસ્ટ ઇમેજિનની એક એવી દુનિયામાં તમારું સ્વાગત છે કે જ્યાં વાસ્તવિકતાની સીમાઓ અસ્પષ્ટ છે, અને શક્યતાઓનું ક્ષેત્ર તમે કે મે જોયેલા સૌથી વિચિત્ર અને અજાયબ સપનાઓથી પણ આગળ વિસ્તરેલું છે. ‘જસ્ટ ઈમેજિન’ એવા ‘જો અને તો’ની વાત કરે છે, જેનો વિચાર સામાન્ય મગજને કદાચ ક્યારેય ન આવ્યો હોય! રોમાંચિત કરી દે તેવી કલ્પનાઓ સાથે જસ્ટ ઇમેજિન તમારો પરિચય કરાવશે.