Black-Out

Be the first to review this product

Regular Price: INR 199.00

Special Price INR 179.00

Availability: In stock

નેત્રા એક અત્યંત પ્રતિભાશાળી થિયેટર એક્ટ્રેસ છે. મંચ પર પગ મૂકતાં જ એનો ચમત્કારિક રીતે પરકાયાપ્રવેશ થઈ જાય છે. પોતાના અભિનયથી એ દર્શકોને સ્તબ્ધ કરી નાખે છે. ક્યાં દટાયેલું છે એના અભિનયની તીવ્રતાનું મૂળ? આગની જ્વાળા જેવું સૌંદર્ય ધરાવતી નેત્રાની આસપાસ રહસ્યનું એક આવરણ સતત વીંટળાયેલું રહે છે. બે પુરુષો આ રહસ્યને ઉકેલવા મથે છે. એક છે, રાઘવ. બહારથી અત્યંત આક્રમક અને ખરબચડો, પણ એનો માંહ્યલો કઈંક જુદી જ ભાષા બોલે છે... અને બીજો છે, વેદાંત, એક આંતરરાષ્ટ્રીય અખબારનો તેજસ્વી પત્રકાર. રહસ્યનો સ્ફોટ કેવળ વેદાંતને નહીં, વાચકોને પણ ચમકાવી દે છે.

પ્રેમ અને અતિ પ્રેમ વચ્ચે ઉછાળા મારતી અને મનની અંધારગલીઓમાં અજાયબ આકાર લેતી ‘બ્લેક-આઉટ’ એક આધુનિક ગુજરાતી નવલકથા છે, જે ‘ગુજરાત સમાચાર’ અખબારમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈને લોકચાહના પામી ચૂકી છે.