"કોફીનો એક કપ " નાની નાની વાર્તાઓ નો સંગ્રહ. જીવનની આંટીઘુંટી માં ક્યાંક રિસામણા ક્યાંક મનામણાં , અઢળક પ્રેમ તો થોડીક નફરત , કોફી ની લિજ્જત તો પસ્તાવો પણ ખરો .આ બધાનું મિશ્રણ એટલે "કોફી નો એક કપ"
જિંદગી માં કંઈ કેટલાય ઉતાર ચઢાવ આવે છે એમાં ક્યાંક ખૂબ પ્રેમ તો ક્યારેક તિરસ્કાર પણ હોય જ છે .ક્યારે કઇ તરફ મન ઢળે અને કઇ લાગણી મન પર હાવી થઈ જાય એ તો સમય અને સંજોગો જ નક્કી કરતા હોય છે. આ વાર્તાઓ પણ કંઈક આવી જ છે.જેમ જેમ વંચાતી જાય તેમ તેમ માનવમનની લાગણી બદલાતી અનુભવાતી જાય. "કોફી નો એક કપ" એટલે જુદી જુદી લાગણીઓ ને વાચ આપતી વાર્તાઓ.