આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે?