લબાલબ (અક્ષરત્વ 2.O)
ગુજરાતના જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેના અભૂતપૂર્વ સફળ થયેલા પુસ્તક ‘અક્ષરત્વ’નો બીજો ભાગ એટલે ‘લબાલબ’.
‘લબાલબ’માં જિંદગીને લગતા ને જિંદગીની વાસ્તવિકતાને લગતા લેખો છે. તેમાં વિરહની અને પ્રેમની વાત છે. જિંદગીના સેલિબ્રેશનની વાત છે. ‘લબાલબ’માં માતાની વાત છે. મિત્રોની વાત છે. દોસ્તો વિશે, ફકિરો વિશે, ગ્રે શેડ અને પ્રમાણિકતા વિશે, જૉન એલિયા અને સઆદત હસન મન્ટો વિશે; વિનોદ ભટ્ટ ને તારક મહેતા વિશેના રસપ્રદ આર્ટિકલ્સ છે. જિંદગીના રૂટિન રેફરન્સિસ સાથેની, પાર્થ દવેની કૅચી અને લ્યુસિડ રાઇટિંગ પાનેપાને ઝળકે છે.