ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે.