વૃષાલી : સુતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી
કર્ણ. ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં ઘણાં એવા પાત્રો છે જેમને પડદા પાછળથી મંચ પર આવવું જોઈએ એવો વિચાર મને સતત આવતો રહ્યો છે.