મનમાં ભરીને જીવે તે જીવ અને મન ભરીને જીવે તે શિવ...
શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ શિવ સ્વરૂપ છે.
‘ગુજરાત સમાચાર’ ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયેલી શ્રેણી હવે પુસ્તક આકારે. શ્રાવણ માસ નિમિત્તે સંશોધન અને શાસ્ત્ર આધારિત ‘અધિક શ્રાવણસુવાસ’ પુસ્તક. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લની કલમે આલેખાયેલ ગ્રન્થ દરેક ભાવકના ઘરમાં અચૂક સ્થાન પામે એવો છે.
જેમાં તિથિ પ્રમાણે પ્રસંગકથા અને શ્રાવણ મહિનાના સંદર્ભે શિવકથાઓ છે. ૨૦૦થી પણ વધુ પૃષ્ઠોમાં વહેતી અલૌકિક આલમની વાતો. આલા દરજ્જાનું પ્રોડક્શન. સુખ્યાત ચિત્રકાર વી. રામાનુજની ટીમે આખું પુસ્તક સચિત્ર ડિઝાઈન કર્યું છે. ભાવભીનાં ભજન સાથે બાર જ્યોર્તિંગલિંગ સાથે પ્રસિદ્ધ શિવમંદિરનો ઈતિહાસ... તિથિ મુજબ મહાદેવ મહાત્મ્ય આલેખતું ભારતીય ભાષાનું આ પ્રથમ પુસ્તક છે