અનુપમ ખેરની જીવનકથા કોઈ મોટી મસાલા બોક્સઓફિસ હિટ ફિલ્મથી કમ નથી. એમાં ડ્રામા છે, કોમેડી છે, રોમાન્સ છે અને એક્શન પણ છે! કોને ખબર હતી કે એક નાના સેન્ટર શિમલાનો છોકરો એક દિવસ વિશ્વના સૌથી નોંધનિય એક્ટર્સ પૈકીનો એક બની જશે અને સિનેમામાં પોતાના પ્રદાન બદલ અનેક રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવશે?