Vateyaksh : Bhay Ek Branti

Be the first to review this product

Regular Price: INR 300.00

Special Price INR 270.00

Availability: In stock

તા. ૧૩-૧૨-૨૦૧૮ને દિવસે ડૉ. અર્પણ યાજ્ઞિક સાથે ભય વિશેની લાંબી ચર્ચામાંથી "વટેયક્ષઃ ભય એક ભ્રાંતિ"નો એક વિચાર રૃપે ઉદ્ભવ થયો. આ વિચારને શબ્દરૃપે વ્યક્ત કરવાની ઇચ્છા પ્રબળ બની. ભયને સમજવા માટે, એનાં મૂળ સુધી જવા માટેની વૈચારિક મથામણ ચાલ્યા કરી. અર્પણ તો અમેરિકાની પેન્સિવેનિયા યુનિ.માં પ્રોફેસરનો દરજ્જો ધરાવે છે. ફોન પર અમે આ મુદ્દાને લઈને ચર્ચા કરતા. 'વટેયક્ષઃ' શીર્ષક યોગ્ય લાગ્યું. એમાં વિદ્યાર્થી અવસ્થામાં ભયની લાગણી કેવી બળવત્તર હોય છે, એ દર્શાવવાની સાથે સાથે માનવીની બુદ્ધિનું ઘડતર થાય છે તેમ ભયની વૃત્તિ સામે લડવાની શક્તિ પણ આવે છે. તે સમયે કોરોના કે કોવીડ-૧૯ ફેલાયો ન હતો. દિવસો વીતતા ગયા અને ૨૦૧૯ના અંતભાગથી એ ફેલાયો, પછીના સમયમાં લોકડાઉનની સ્થિતિ રહી. અંતે ૨૦૨૨માં ભયમાંથી નિવૃત્તિ કઈ રીતે થઈ શકે, એ અંગેની સંપૂર્ણ નવલકથા લખાઈ રહી.
ભયના વિષયને વિગતે સમજવા માટે કૉલેજના પ્રથમ વર્ષમાં ભયને સમજવો, બીજા વર્ષમાં ભયનું મૂળ સમજવું, ત્રીજા વર્ષમાં ભયના પ્રકારો સમજવા. એમ.એ.ના બંને વર્ષોમાં ભયમાંથી નિવૃત્તિ કઈ રીતે મળી શકે એની વાત દર્શાવી. પ્રીતિબહેને ભય જેવા વિષયને વિદ્યાર્થીઓના જીવન સાથે ભેળવીને અંતે એમાંથી બહાર આવવાની વાત લખી. અધ્યાત્મ જગત સાથે જોડાયેલી અનેક વાતો અને એમના અનુભવો આ નવલકથાને મળ્યા છે. ધ્યાન પ્રાણાયામ એટલે કે યોગને સાચા અર્થમાં અપનાવવાની વાત કરી છે.
અનેક મહાનુભાવોના વિચારોનો પણ આધાર લીધો છે. આ અમારો પ્રથમ પ્રયત્ન છે જે ઘણો લાભદાયી નીવડશે.