એક નવી સમાજની પેઢી તૈયાર કરવાની જવાબદારી જેના પર છે તે શિક્ષક આ ક્ષેત્રે જ્યારે પદાર્પણ કરે છે ત્યારે તે કોઇ શિક્ષા આપવાના ધ્યેયથી કે જ્ઞાન આપવાના ધ્યેયથી નથી આવતા. તેઓ તો ફક્ત બાળકો-વિદ્યાર્થીઓમાં પડેલી અસીમ શક્તિને, તેમના અદભૂત કૌશલ્યને અને વિશાળ પટલ પર વિચારવા માટેના વિચારબીજ રોપવાના ધ્યેયથી આવે છે.