જીવનના અસ્તિત્વનો અહેસાસ કરાવે તેવી ઘટનાઓ વ્યક્તિના જીવન ઘટતી હોય છે. જીવનની યાત્રાના ઘણા પ્રવાસીઓનો સંગાથ તમારા જીવનને બદલી નાંખે છે. જીવનમાં બનતા પ્રસંગો તમને જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ આપે છે. છેવટે તો વ્યક્તિને પોતાની રીતનું જીવન જીવવાનો જ આનંદ હોય છે. સંવેદનશીલ પ્રસંગો, હૃદયસ્પર્શી સંબંધો અને લાગણીસભર સંબંધોનો ત્રિવેણી સ્પર્શ લેખિકા જાડા હીના લિખિત લઘુ નવલકથા *ત્રિવેણી સંગમ* એક પૂર્ણ છતાં અપૂર્ણ મેળાપ...માં તમે વાંચી તેની અનુભૂતિ કરી શકશો. બિંદી ગર્લથી શરૂ થતી કહાની સાયરા એક પત્રમાં તેના પ્રેમી કહે છે કે ભગવાને મને તારા માટે જ બનાવી છે. ‘ઇચ્છા એક અધૂરી છે, તારા હૃદયમાં મળું તને...’ના કાવ્યઊર્મિથી સાયરાએ પોતાની દિલની વાત કહી....