ધબકતું હૃદય એ માનવીના જીવતા હોવાનો પુરાવો ભલે બની શકે, પરંતુ ‘જીવી જવું’ અથવા ‘જીવંત રહેવું’નો ભેદપારખનાર વિરલાઓ માણસની વ્યાખ્યામાં ગોઠવાઇ જાય છે. આ જ માણસના સ્પર્શે સ્નેહ અને સંવેદનાની અભુભૂતિ થયા વગર રહેતી નથી. જ્યારે શ્વાસ લઇએ છીએ ત્યારે બીજો શ્વાસ લેવા માટે પહેલા લીધેલો શ્વાસ છોડવો પડે છે. સુખના સાધનોથી સુખ મળી રહે તેમાં સુખનું ‘સાધ્ય’ અંકે થતું નથી. દંભના આવરણને ભેદવું મુશ્કેલ છે. માનવશરીરના અવયવો તો એક્સ-રે મશીન દ્વારા સ્પષ્ટ જોઇ શકાય પરંતુ હૃદયમાં પ્રેમ-ધિક્કાર, સમર્પણ-લોભ, સુખ-દુઃખના સિગ્નલો પકડાય તેવા ટાવરોનું નિર્માણ થયું નથી. પોતાની હયાતીનો પુરાવો અથવા પોતાની જીવંતતા સાબિત કરવા માટે હરપળે માણસે તેનો પુરાવો આપવો પડે. તો આવો ડો. જય વશીના હસ્તે લખાયેલું પુસ્તક ‘હયાતીના હસ્તાક્ષર’ આજે જ ખરીદો, વાંચો અને વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.