ચિત્રલેખામાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ “પલક પલક” એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે.