- આ પુસ્તક કેમ ખરીદવું જોઈએ તેનાં કારણો તમને આ જાણીતા વિદ્વાનો પાસેથી મળશે.
• હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો - માણત રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. - મોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)
• આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - પ્રા. વારિસ હુસૈન અલવી (ગુજરાતી-ઉર્દૂના ખ્યાતનામ વિવેચક)
• ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. - ચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)
• મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. - રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત લેખક)
• અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. - ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)
• ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - હર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)
• અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. - સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)