કર્ણ ની આત્મકથા
કર્ણ એટલે કોણ? મહારથી...દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયેલું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટક્યા કરતુ હતું.કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું.કર્ણ દાનેશ્વરી હતો,દયાળુ હતો અને સારી બાબતોનો સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો.ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો.