“રણમાં ખીલ્યું ગુલાબ – 5”
ગુજરાતી ભાષામાં ડૉ. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક પોતાના ગુલાબીપણાને સાર્થક કરે છે. વર્તમાનપત્રો દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. વાર્તાના શીર્ષક તરીકે કવિતાની પંક્તિ એ તેમની ખાસ વિશેષતા છે. રણમાં ખૂલ્યું ગુલાબ શ્રેણીની વાર્તાઓનો આ છઠ્ઠો ભાગ છે અને આ વાર્તાશ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે.